VIDEO : અમરેલીમાં સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમરેલીના સાવરકુંડલા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના જાબાળ

અમરેલીના સાવરકુંડલા પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. સાવરકુંડલાના જાબાળ, આંબરડી, અભરામપરા, કૃષ્ણગઢ અને શાંતિનગર જેવા ગામોમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીરની આવક થવાની શક્યતા છે. બીજી તરફ, ધજડી અને સાકરપરા ગામોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે. આ સાથે જ પ્રખ્યાત મિતિયાળા અને તેના જંગલ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જેનાથી સમગ્ર પંથકમાં ભારે વરસાદી વાતાવરણ સર્જાયું છે.




