VIDEO : બારડોલીમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે વૃક્ષ ધરાશાયી
સુરતના બારડોલીમાં પ્રથમ વરસાદે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. શાસ્ત્રી રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈને

સુરતના બારડોલીમાં પ્રથમ વરસાદે નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે. શાસ્ત્રી રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈને એક કાર પર પડ્યું. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું છે. ઘટનાથી થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. બારડોલી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ સીમિત હોવાના આરોપ લાગ્યા છે. ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તૂટેલા વૃક્ષને દૂર કરી માર્ગ મુક્ત કરાવ્યો હતો.


