મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :  બારડોલીમાં અઢી વર્ષનું બાળક રૂમમાં ફસાયું, ફાયર ફાઈટરોએ 20 મિનિટના ઓપરેશન બાદ હેમખેમ બહાર કાઢ્યું

સુરત જિલ્લાના બારડોલીમાં સુગર ફેક્ટરી નજીક આવેલ એક એપાર્ટમેન્ટમાં રમતા-રમતા માસૂમ બાળક રૂમમાં

સુરત જિલ્લાના બારડોલીમાં સુગર ફેક્ટરી નજીક આવેલ એક એપાર્ટમેન્ટમાં રમતા-રમતા માસૂમ બાળક રૂમમાં ફસાઈ જવાની ઘટના બની હતી. બાળકે અજાણતામાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દેતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને તાત્કાલિક બારડોલી ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ઉપરના માળેથી દોરડાની મદદથી બારી વાટે રૂમમાં પ્રવેશ મેળવ્યો હતો. આશરે 20 મિનિટના રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયરના જવાનોએ સફળતાપૂર્વક દરવાજો ખોલી બાળકને સહી સલામત રીતે પરિવારને સોંપતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો