મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ChatGPT વડે પરીક્ષામાં ચોરી કરતા MBBSના વિદ્યાર્થીઓ ઝડપાયા

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન આર્ટિફિશ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા હાઈટેક ચોરી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. MBBS સહિતની વિવિધ પરીક્ષાઓ દરમિયાન 6 વિદ્યાર્થીઓ લાઈવ પેપરનો ફોટો પાડી તેને ચેટ જીપીટી જેવા AI ટૂલ પર અપલોડ કરી જવાબો લખતા રંગે હાથે ઝડપાયા હતા. યુનિવર્સિટીની ફ્લાઈંગ સ્ક્વોડે આ ગેરરીતિ પકડી પાડ્યા બાદ મંગળવારે મળેલી MPECની સુનાવણીમાં આ તમામ 6 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી છે અને દરેકને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. પકડાયેલા વિદ્યાર્થીઓમાં બે MBBSના છાત્રો પણ સામેલ છે. ટેકનોલોજીના દુરુપયોગની આ ગંભીર ઘટનાને પગલે યુનિવર્સિટી પ્રશાસન હવે આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો