મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના અમરોલીમાં આલુપૂરી લેવા ગયેલી બાળકીની છેડતી, નરાધમ દુકાનદારની ધરપકડ

VIDEO: સુરતના અમરોલી વિસ્તારમાં 11 વર્ષીય માસૂમ બાળકીની છેડતી કરનાર નરા

તસવીર: GSTV

VIDEO: સુરતના અમરોલી વિસ્તારમાં 11 વર્ષીય માસૂમ બાળકીની છેડતી કરનાર નરાધમ આધેડની પોલીસે ધરપકડ કરી છે. બાળકી જ્યારે આરોપી દિનેશ જીવરાજભાઈ રામાણીની દુકાને આલુપુરી લેવા ગઈ હતી, ત્યારે તેણે ગ્રાહકોની ગેરહાજરીનો લાભ ઉઠાવી બાળકીને વાતોમાં ભોળવી અડપલાં કર્યા હતા. બાળકીએ ઘરે જઈ આપવીતી જણાવતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નરાધમ દુકાનદારને ઝડપી પાડી જેલભેગો કર્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

 જાણો આખો મામલો
મળતી માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકી નજીકમાં આવેલી એક દુકાને આલુપૂરી લેવા માટે ગઈ હતી. આ દુકાનનો માલિક દિનેશ જીવરાજભાઈ રામાણી (ઉંમર આશરે આધેડ) ત્યાં હાજર હતો. બાળકી જ્યારે દુકાને પહોંચી ત્યારે ગ્રાહકોની ભીડ ઓછી હતી. આ તકનો લાભ ઉઠાવીને નરાધમ દિનેશ રામાણીએ બાળકીને વાતોમાં ભોળવી હતી અને ત્યારબાદ તેની સાથે અયોગ્ય અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.

પોલીસની આકરી કાર્યવાહી
બાળકી આ નરાધમના ચુંગાલમાંથી છૂટીને ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચી હતી અને પોતાની માતાને સમગ્ર આપવીતી જણાવી હતી. બાળકીની વાત સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત જ અમરોલી પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે મામલાની ગંભીરતાને સમજીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી દિનેશ રામાણીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને છેડતીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો