મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના ઉદ્યોગપતિ દીપક ઈજારદારની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ, માફી માંગતો વીડિયો આવ્યો સામે

સુરતના ઉદ્યોગપતિ દીપક ઈજારદારની ધરપકડ કરવામાં આવી છે, મળતા અહેવાલ પ્રમાણે જાહેર

તસવીર: gstv

સુરતના ઉદ્યોગપતિ દીપક ઈજારદારની ધરપકડ કરવામાં આવી છે, મળતા અહેવાલ પ્રમાણે જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ દીપક ઈજારદારની માફી માંગતો વીડિયો પણ વાયરલ થયો છે, જાહેર રસ્તા પર ફટાકડા ફોડતી વખતે વાહનચાલકને ધમકી આપી હતી. 

દીપક ઇજારદારે પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી માટે રસ્તો કર્યો બ્લોક

સુરતના ડુમસ ગામમાં એક ઉદ્યોગપતિની જોહુકમીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાણીતા ઉદ્યોગપતિ દીપક ઇજારદારે પોતાના દીકરાના જન્મદિવસની ઉજવણી માટે જાહેર રસ્તો બંધ કરી દીધો હતો.

ચાલુ ગાડી પર ફટાક઼ા ફોડ્યા

રોડ જામ થતા જ્યારે વાહનચાલકોએ હોર્ન માર્યા, ત્યારે નમ્રતા દાખવવાને બદલે દિપક ઇજારદારે દાદાગીરી કરી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.આટલું જ નહીં, ચાલુ ગાડી પર આતશબાજી ફોડીને જોખમી સ્ટંટ પણ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો