Surat: ઉદ્યોગપતિની સરેઆમ દાદાગીરી, પુત્રના જન્મદિવસે જાહેર રોડ જામ કરી કર્યા તાયફા
સુરતના ડુમસ વિસ્તારમાં એક ઉદ્યોગપતિની દાદાગીરી સામે આવી છે. ડુમસ ગામના ઉદ્યોગપતિ દ

સુરતના ડુમસ વિસ્તારમાં એક ઉદ્યોગપતિની દાદાગીરી સામે આવી છે. ડુમસ ગામના ઉદ્યોગપતિ દીપક ઇજારદારે જાહેર રોડને જામ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે લોકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઈજારદારે દાદાગીરી કરી હતી અને વાહનચાલક તરફ આતશબાજી ફોડવાનો ઈશારો પણ કર્યો હતો. આ સમગ્ર દાદાગીરીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જે બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, દિપક ઇજારદાર અગાવ પણ વિવાદમાં આવી ચુક્યા છે. નોંધનીય છે કે સામાન્ય જનતાને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરીને પાઠ ભણાવે છે, ત્યારે આવા ઉદ્યોગતિ પર પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવુ રહ્યું




