મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: ABVPની રેલીમાં સ્ટંટ કરનારા બે યુવકોની અટકાયત, 3 ગાડીઓ પણ પોલીસે કરી કબ્જે

સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) કાર્યકર્તાઓ દ્વારા કાઢવામાં આવેલી ર

તસવીર: GSTV

સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) કાર્યકર્તાઓ દ્વારા કાઢવામાં આવેલી રેલી વિવાદમાં આવી છે. રેલી દરમિયાન જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ કરવાના મામલે અલથાણ પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે આ ઘટનામાં કડક કાર્યવાહી કરતા ત્રણ લક્ઝુરિયસ ગાડીઓ કબ્જે કરી છે અને બે યુવાનોની અટકાયત કરી છે. જોકે, કાયદેસરની કાર્યવાહી બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. સ્ટંટ કરનાર યુવાનોના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો