મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતઃ અડાજણમાં મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી

સુરત શહેરના વ્યસ્ત એવા અડાજણ વિસ્તારમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં અડાજણ ચાર

સુરત શહેરના વ્યસ્ત એવા અડાજણ વિસ્તારમાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં અડાજણ ચાર રસ્તા પાસે આવેલી એક મેડિકલની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 6 ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર મોટાભાગે કાબૂ મેળવવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો