VIDEO: રાજ્યના કેટલાક જિલ્લામાં અચાનક વાતાવરણમાં આવ્યો પલ્ટો, દાહોદ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ
રાજ્યના કેટલાક જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. મળતા અહે


રાજ્યના કેટલાક જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પંચમહાલ જિલ્લાના ગોધરા, દાહોદ જિલ્લામાં માં કમોસમી વરસાદ વરસ્યો હતો.દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. દાહોદ સાથે છાપરી, રળિયાતી, જાલત, રાબડાલ તેમજ સિંગવડ અને લીમખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે થયેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. આ કમોસમી વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે.
ગોધરામાં કમોસમી વરસાદ
પંચમહાલ જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ અચાનક વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યક્ત થઈ રહી છે.
છોટાઉદેપુરમાં વરસાદ
છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ બાદ છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખાસ કરીને આંબાના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે…






