મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરની હાથમતી નદીમાં વહી રહ્યું છે ગટરનું અને કેમિકલયુક્ત પાણી, તંત્ર સંપૂર્ણ મૌન!

સાબરકાંઠાના હિંમતનગરમાઁથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં વિકાસના દાવ

સાબરકાંઠાના હિંમતનગરમાઁથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. આ દૃશ્યો કોઈ ગટર લાઇનના નથી, પરંતુ પવિત્ર હાથમતી નદીના છે. મહેતાપુરાથી શરૂ કરીને કટવાડ ગામ સુધીના નદીના પટમાં નજર કરશો તો તમને નદી નહીં પણ વહેતી ગટર જોવા મળશે. 

ગટરનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી સીધું જ નદીના પેટાળમાં ઉતરી રહ્યું

ગટરનું ગંદુ અને કેમિકલયુક્ત પાણી સીધું જ નદીના પેટાળમાં ઉતરી રહ્યું છે. નદીના પટમાં આજે પાણી ઓછું અને પ્લાસ્ટિકના કચરાના ડુંગરો વધુ દેખાય છે. આ જળ પ્રદૂષણ એટલું ભયાનક છે કે નદીમાં રહેતા જળચર જીવો માટે હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. જે નદીનું પાણી ક્યારેક લોકો પીવા માટે વાપરતા હતા, તે આજે પશુઓને પીવા લાયક પણ રહ્યું નથી. પશુપાલકો પોતાના પશુઓને નદી કિનારે લઈ જતા ડરી રહ્યા છે, કારણ કે આ ઝેરી પાણી પશુઓના જીવ લઈ શકે છે.

આ સમાચાર શેર કરો