VIDEO: અમદાવાદમાં દબાણ દૂર કરતી વખતે સર્જાયા ઝપાઝપીના દૃશ્યો
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને જાણે પોલીસ કે તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી તે રીતે વર્તી રહ્યા છે. ઘણી ઘટનાઓમાં તો પોલીસ પણ
અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને જાણે પોલીસ કે તંત્રનો કોઈ ડર જ રહ્યો નથી તે રીતે વર્તી રહ્યા છે. ઘણી ઘટનાઓમાં તો પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને જોતી રહે છે. એવામાં અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં પણ આવી જ ઘટના બની છે. જ્યાં દબાણ દૂર કરવા ગયેલી એસ્ટેટ વિભાગ અને SRPની ટીમ સાથે દબાણકર્તાઓએ ઝપાઝપી કરી હતી.
ભદ્રના પાથરણા બજારમાં દબાણ દૂર કરવા માટે પહોંચી ત્યારે થયા ઝપાઝપીના દૃશ્યો
અમદાવાદમાં બુધવારે (19 માર્ચ) એસ્ટેટ વિભાગની ટીમ ભદ્રના પાથરણા બજારમાં દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. જ્યાં દબાણકર્તાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. ભદ્ર પરિસરમાં ગેરકાયદે દબાણ દૂર કરતાં સમયે ત્રણ દરવાજા જવાના રોડ ઉપર કેટલાંક લારીવાળાઓ ઊભા હતા.
લારી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી
પરિસરમાં લારીઓ ન ઊભી રાખવાનું કહેવા છતાં તેઓ વારંવાર ત્યાં આવીને ઊભા રહી જતા હતા. બાદમાં એસ્ટેટ વિભાગ દ્વારા SRP પોલીસની મદદથી લારી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાંક સ્થાનિક આગેવાનો અને લારીવાળા બધાં ભેગા થઈ ગયા હતા.






