VIDEO: વઢવાણવાસીઓ પરેશાન: ધોળીપોળ અને મુખ્ય બજારોમાં સ્ટ્રીટલાઈટ ગુલ, જાણો શું છે સમગ્ર વિવાદ?
VIDEO/Exclusive: સ
VIDEO/Exclusive: સુરેન્દ્રનગર-વઢવાણ મહાનગરપાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીનો ભોગ ફરી એકવાર સામાન્ય જનતા બની છે. વઢવાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટલાઈટો બંધ થઈ જતાં રાત્રિના સમયે અંધારપટ સર્જાયો છે. આ સમસ્યા પાછળ ટેકનિકલ ખામી નહીં, પરંતુ પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેના સંકલનનો અભાવ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર, સ્ટ્રીટલાઈટની જાળવણીનો જૂનો વર્ક ઓર્ડર પૂર્ણ થઈ ગયો હોવા છતાં, પાલિકાના અધિકારીઓએ છેલ્લા 15 દિવસથી નવો વર્ક ઓર્ડર ઈશ્યૂ કર્યો નથી. વારંવારની રજૂઆત છતાં કામગીરીનો નવો આદેશ ન મળતા, કોન્ટ્રાક્ટરે આખરે વીજ પુરવઠો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
કયા વિસ્તારો અસરગ્રસ્ત?
વઢવાણની ધોળીપોળ, શિયાણીની પોળ, સતવારાપરા વિસ્તાર સહિત મુખ્ય બજારો અને શેરી-ગલીઓમાં લાઈટો બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વોનો ભય અને અકસ્માતની ભીતિ વધી ગઈ છે.
આ ગંભીર બેદરકારી અંગે જ્યારે મહાનગરપાલિકાના એન્જિનિયર સાથે ચર્ચા કરવામાં આવી, ત્યારે તંત્રના લાલિયાવાડી વહીવટના અનેક પાસાઓ ઉજાગર થયા છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા ક્યારે જાગે છે અને જનતાને અંધારામાંથી મુક્તિ અપાવે છે.






