મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ રૂરલ SOG દ્વારા ભાડલામાંથી ₹ 71 લાખથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપાયો

રાજકોટ રૂરલ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેર

રાજકોટ રૂરલ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના વેપારનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની વાડીમાંથી ₹ 71 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

વાડીમાં ગાંજાના છોડનું વાવેતર

SOG ને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા જાણવા મળ્યું કે, આરોપી રાયધન કોળીએ તેની પોતાની વાડીમાં છૂપી રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. પોલીસે વાડીમાં દરોડા પાડીને તૈયાર કરાયેલા ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ₹ 71 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે રાયધન કોળી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપી રાયધન કોળી વિરુદ્ધ અગાઉ પણ બે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

આ સમાચાર શેર કરો