VIDEO: અમદાવાદમાં ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન
રાજ્યના ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે અમદાવાદમા


રાજ્યના ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે અમદાવાદમાં ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રક્રિયાનો અનુભવ મળે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ આયોજન કરાયું છે.
કુલ 47,815 વિદ્યાર્થીઓ 551 શાળાઓમાં પ્રી-બોર્ડ પરીક્ષા આપશે
અમદાવાદ શહેરના કુલ 47,815 વિદ્યાર્થીઓ 551 શાળાઓમાં પ્રી-બોર્ડ પરીક્ષા આપશે. સતત ત્રીજા વર્ષે અમદાવાદમાં આ પ્રી-બોર્ડ પરીક્ષા યોજાઈ રહી છે. બોર્ડ પરીક્ષા જેવી જ વ્યવસ્થાઓ સાથે પરીક્ષા લેવાશે.



