VIDEO:જૂનાગઢ મનપામાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી રાજકારણ ગરમાયું
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વહીવટના આક્ષેપોથી ર

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વહીવટના આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતા લલિત પણસારાએ પુરાવા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર પર મનપાની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. ૨૬ મેના રોજ ઠરાવ કરી વોર્ડ નં. ૧ થી ૧૫ ના બાંધકામના વાર્ષિક કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યા હતા. જોકે, માત્ર ૧૫ જ દિવસમાં રાજકીય રમત રમી ૧૧ જૂનના ઠરાવથી માત્ર વોર્ડ નં. ૫, ૬, ૧૧ અને ૧૨ નો મુદત વધારો રદ કરી રી-ટેન્ડરિંગના આદેશ કરાયા. આ ચાર વોર્ડમાં એજન્સી ખૂબ નીચા ભાવે કામ કરતી હતી, જેનાથી મનપાને આશરે ૯૨.૯૭ લાખનો સીધો ફાયદો થઈ રહ્યો હતો.




