મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના કોસાડ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસનું કોમ્બિંગ, 6 ટીમો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે પોલીસે વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું

સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે પોલીસે વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કોમ્બિંગમાં અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.ડીસીપી અને એસીપી સહિત પાંચ પોલીસ સ્ટેશનના પીઆઇની હાજરીમાં છ જેટલી ટીમોએ H1 અને H2 બિલ્ડિંગ એરિયામાં મોટાપાયે તપાસ કરી હતી.

હિસ્ટ્રી શીટર, ટપોરી અને માથાભારે શખ્સોના ઠેકાણા પર તપાસ કરવામાં આવી

આ દરમિયાન હિસ્ટ્રી શીટર, ટપોરી અને માથાભારે શખ્સોના ઠેકાણા પર તપાસ કરવામાં આવી હતી.પોલીસે કેટલાક ઈસમો પાસેથી ઘાતક હથિયારો કબજે કર્યા હતા અને પાંચ તડીપાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઓપરેશનમાં પ્રોહિબિશન સહિતના કેસો નોંધી અન્ય 30 જેટલા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો