VIDEO: સુરેન્દ્રનગરના ફાટક ચોકમાં ઢીંચણ સમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર
સુરેન્દ્રનગરના ચુડામાં ફાટક ચોક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થ
સુરેન્દ્રનગરના ચુડામાં ફાટક ચોક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા બંધ કરાતા પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે.આંગણવાડીમાં જતાં બાળકોને ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યાં છે. સ્થાનિક લોકો પણ આ સમસ્યાથી પરેશાન બન્યા છે. પાણી ભરાવાના કારણે રોગચાળો ફેલાવાનો ભય સર્જાયો છે.સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ માટે રજૂઆત કરી છે અને બંધ કરાયેલી ડ્રેનેજ સિસ્ટમ ખોલવાની માંગ કરવામાં આવી છે.... આ સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે.


