VIDEO: વતનમાં પહોંચવા જીવના જોખમે લોકો કરી રહ્યા છે મુસાફરી
ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હાલ તહેવારનો માહોલ ચાલી રહ્યો છે. લોકમેળામ
ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હાલ તહેવારનો માહોલ ચાલી રહ્યો છે. લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે, ત્યારે આ વચ્ચે રાજકોટ જિલ્લામાંથી એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ફોર-વ્હીલ વાહનમાં મુસાફરો દ્વારા જોખમી સવારી કરવામાં આવી હોવાનું જોવા મળ્યું છે,
વાહનના દરવાજા બહાર લટકીને મુસાફરી કરતા દેખાયા
જેમાં મુસાફરો વાહનના દરવાજા બહાર લટકીને મુસાફરી કરતા દેખાયા. આ ઘટનાએ તાલુકા અને જિલ્લા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.જન્માષ્ટમીના તહેવાર દરમિયાન આવી જોખમી સવારીઓ ખૂબ જ ચિંતાજનક છે. આ રસ્તાઓ પર ઘણા લોકો મુસાફરી કરે છે, અને આવી હરકતોથી અકસ્માતનું જોખમ વધે છે. પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.


