રાજકોટઃ 2 મહિલાઓ વચ્ચેના ઝઘડામાં યુવક છરી લઈને વચ્ચે પડ્યો, CCTV VIRAL
રાજકોટ: સામાન્ય રીતે મહિલાઓ વચ્ચે ઝઘડો ક્યારેય ઘાતકી નથી હોતો, પરંતુ કોઠારિયા ચોકડી
રાજકોટ: સામાન્ય રીતે મહિલાઓ વચ્ચે ઝઘડો ક્યારેય ઘાતકી નથી હોતો, પરંતુ કોઠારિયા ચોકડી પાસે રામનગર વિસ્તારમાં બનેલી હિચકારી ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ છે. બે મહિલાઓ વચ્ચેનો ઝઘડો છેક તીક્ષ્ણ હથિયાર વડે હુમલા સુધી પહોચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. બે મહિલાઓ ઝગડી રહી હતી ત્યારે એક મહિલાના ઘરમાંથી યુવકે આવીને અન્ય મહિલાને ચાકુના ઘા ઝીકી દીધા હતા. હવે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે આ મામલે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.




