2 બસ વચ્ચે રિક્ષાનો ભુક્કો બોલી ગયો, અકસ્માતનો ભયંકર VIDEO VIRAL
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં 4 ઓગસ્ટ 2025ના રોજ એક ખૂબ જ ખતરનાક માર્ગ અકસ્માત થયો હતો, જેણે બધાને સ્તબ્ધ કરી દીધા હતાં. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ઓટો બે હાઇ-સ્પીડ બસો વચ્ચે આવી ગઈ અને ખરાબ રીતે કચડાય ગઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટો સંપૂર્ણપણે બુકડો બોલી ગયો, પરંતુ ચમત્કારિક રીતે ઓટોમાં સવાર બધા લોકો બચી, પરંતુ તેને ગંભીર ઇજાઓ થઈ હતી.
બે બસો વચ્ચે ઓટો ફસાયો
ઘટનાની માહિતી મુજબ, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ઓટો મુસાફરોને લઈને જઈ રહી હતી અને એક ઝડપથી આવતી બસે તેને પાછળથી ટક્કર મારી. તેમજ એક બસ ઓટોની આગળ જઈ રહી હતી, જેના કારણે ઓટો બે બસો વચ્ચે ફસાઈ ગઈ અને બુકડો બોલી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
પોલીસે બંને બસો જપ્ત કરી
સ્થાનિક લોકોની મદદથી બધા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં ડોક્ટરોએ કહ્યું કે બધાને ગંભીર ઈજાઓ થઈ છે, પરંતુ તેના જીવ જોખમની બહાર છે. ઓટોની હાલત જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે કોઈ બચી શકે છે. પરંતુ બધા બચી ગયા તે કોઈ ચમત્કારથી ઓછું નથી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને બસો જપ્ત કરી અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે બસોની ઝડપી ગતિ અને બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો.

