મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વઢવાણમાં દૈનિક 20 જ આધારકાર્ડ સુધારાની કામગીરી, અરજદારોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આધાર કાર્ડ સુધારા અને અપડેટની કામગીરીને લઈને લોકોમાં તીવ્ર અસંત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આધાર કાર્ડ સુધારા અને અપડેટની કામગીરીને લઈને લોકોમાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો છે. 1 લાખ વસ્તીવાળા આ વિસ્તારમાં માત્ર એક જ સિસ્ટમ કાર્યરત હોવાથી દરરોજ લાંબી લાઈનો લાગે છે, પરંતુ માત્ર 20 અરજદારોને જ ટોકન આપવામાં આવે છે. આનાથી અરજદારોને હેરાનગતિ થાય છે.

અરજદારો સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા રહે છે, પરંતુ મર્યાદિત ટોકનને કારણે મોટાભાગના લોકોને પાછા જવું પડે છે.  આધાર કાર્ડમાં નામ, સરનામું કે અન્ય સુધારા માટે લોકોને દિવસો સુધી રાહ જોવી પડે છે. 

વઢવાણના આસપાસના ગામોમાંથી લોકો ભાડું ખર્ચીને આવે છે, પરંતુ કામગીરી ન થતા તેઓ નિરાશ થઈને પાછા ફરે છે. આધાર કાર્ડ સરકારી યોજનાઓ માટે આવશ્યક હોવાથી આ સમસ્યા વધુ ગંભીર છે.

આ સમાચાર શેર કરો