મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : એમએસ યુનિવર્સિટીમાં બેફામ કાર સ્ટન્ટનો વીડિયો વાયરલ

વડોદરાની પ્રખ્યાત એમ. એસ. યુનિવર્સિટી કેમ્પસમાં એક કાર ચાલક દ્વારા નિયમોને નેવે મૂકીને અત્યંત સ્પીડમ

વડોદરાની પ્રખ્યાત એમ. એસ. યુનિવર્સિટી કેમ્પસમાં એક કાર ચાલક દ્વારા નિયમોને નેવે મૂકીને અત્યંત સ્પીડમાં અને બેફામ રીતે કાર હંકારીને જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હોવાનો સળગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. યુનિવર્સિટી કેમ્પસની અંદર જ સ્કૂલ આવેલી હોવા છતાં આ કાર ચાલકે ભયજનક અદામાં પૂરપાટ ઝડપે વાહન દોડાવીને માસૂમ વિદ્યાર્થીઓ તેમજ ત્યાં હાજર અન્ય લોકોના જીવ પણ ભારે જોખમમાં મૂક્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે અને કેમ્પસની અંદર બહારના વાહનોના આવા આતંકને પગલે યુનિવર્સિટીની સિક્યોરિટી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શૈક્ષણિક સંકુલની ગરિમા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને જોખમાવનારા આ બેફામ કાર ચાલકને વહેલી તકે શોધીને તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.

આ સમાચાર શેર કરો