મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:વડોદરાઃ વાઘોડિયા ભાજપમાં આંતરિક જૂથવાદ

વડોદરાના વાઘોડિયા નગરમાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સ્થાનિ

વડોદરાના વાઘોડિયા નગરમાં ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સ્થાનિક નેતા નિલેષ પુરાણીના જૂથ વચ્ચેની લડાઈ હવે જાહેરમાં આવી ગઈ છે. ભાજપના જ પૂર્વ કારોબારી સભ્ય નિલેષ પુરાણીના 'કલ્પચંદ્ર કોમ્પ્લેક્સ' પર સરકારી નિયમોના ભંગના આક્ષેપ સાથેનો વિવાદ હાલ કોર્ટમાં છે..ત્યારે નગરપાલિકાના સત્તાધીશોએ અચાનક કોમ્પ્લેક્સનું ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યું હતું. આ કાર્યવાહીના વિરોધમાં નિલેષ પુરાણીએ આક્ષેપ કર્યો કે પાલિકા વર્ષભર કોર્ટની તારીખોમાં હાજર રહેતી નથી, પણ કનેક્શન કાપવા તુરંત આવી ગઈ. આ બાબતે તેમણે પાલિકા હવે કોર્ટની તારીખો ભરશે તેવી ખુશી વ્યક્ત કરી ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને અનોખો વિરોધ કર્યો હતો.

આ સમાચાર શેર કરો