મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: વાઘોડિયા રોડ ગુરુકૂળ ચાર રસ્તા પાસે પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ, લાખ્ખો  લિટર પાણી ગટરમાં ગયું

વડોદરા ના વાઘોડિયા રોડ ગુરુકૂળ ચાર રસ્તા પાસે

વડોદરા ના વાઘોડિયા રોડ ગુરુકૂળ ચાર રસ્તા પાસે પાણી ની લાઈન, આજવાની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ, રલાખ્ખો  લિટર પાણી ગટરમાં ગયું,શહેરમાં એક તરફ પાણીની કટોકટી સર્જાઈ રહી છે, બીજી તરફ છેલ્લા એક અઠવાડિયાથી રોજ લાખો લિટર પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી રહ્યું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. પાલિકા આમ પણ લોકો ને પાણી સમયસર આપતી નથી ત્યારે તંત્ત ના પાપી પાણી વહી ગયું,શહેરના ગુરુકૂળ ચાર રસ્તા નજીક રુકમણી પાર્ટી પ્લોટ પાસે આજવા સરોવરથી આવતી મુખ્ય લાઈનમાં મસમોટું ભંગાણ સર્જાયું છે. દરમિયાન શુક્રવારે આ સ્થળે મોટો ભૂવો પડતાં અંદર પાણીની મુખ્ય લાઈન તૂટેલી હોવાનું સપાટી પર આવ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ, આ ભંગાણથી રોજ 30 લાખ લિટર જેટલું પાણી વરસાદી ગટરમાં વેડફાઈ ગયું  હતું.

આ સમાચાર શેર કરો