મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-16 વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓનો આક્રોશ

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-16 વિસ્

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-16 વિસ્તારમાં છેલ્લા 8 થી 9 મહિનાથી ચાલી રહેલી દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. વિશ્વકર્મા નગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર, હીરાબા નગર અને પંચમુખી નગરના રહીશોએ વોર્ડ કચેરી બહાર માટલા ફોડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ આરોપ લગાવ્યો કે દૂષિત પાણીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ ઉભી થઈ છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સ્થાનિકોએ તાત્કાલિક અને કાયમી ઉકેલ નહીં આવે તો તંત્ર સામે વધુ ઉગ્ર લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો