મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેશોદમાં પડતર રેલ્વે માંગોને લઈને આક્રોશ વ્યકત કરાયો, 15 ગામના લોકોને ફળ્યું રેલ રોકો આંદોલન

જૂનાગઢના કેશોદના બડોદર ગામે ગ્રામજનોએ ભારે આક્રો

જૂનાગઢના કેશોદના બડોદર ગામે ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે રેલ રોકો આંદોલન શરૂ કર્યું. 15 ગામના લોકો પાટા પર ઉતરીને પ્લેટફોર્મ ઊંચું કરવા, રેલવે બુકિંગ ક્લાર્કની નિમણૂક અને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, ઇન્ટરસિટી સહિતની ટ્રેનોને સ્ટોપ આપવાની મુખ્ય ત્રણ માંગણીઓ સાથે આંદોલનમાં ઉતર્યા હતા. નીચા પ્લેટફોર્મને કારણે અત્યાર સુધીમાં પાંચથી વધુ લોકોના મોત થયાનો આક્ષેપ કરતા ગ્રામજનોએ આંદોલન કર્યું હતું. આંદોલનને પગલે જબલપુર એક્સપ્રેસ સહિત અનેક ટ્રેન 45 મિનિટ મોડી પડી હતી.

રેલવે તંત્ર ઝૂક્યું અને 20 દિવસમાં પ્લેટફોર્મ ઊંચું કરવાની કામગીરી શરૂ કરવાની લેખિત ખાતરી આપી. આ બાંહેધરી બાદ આંદોલન સમેટાયું છે. 20 દિવસમાં કામ ન શરૂ થાય તો એક મહિના પછી ફરી આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ આપી છે.

આ સમાચાર શેર કરો