મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જોટાણાના કસલપુરા ગામે પાણી માટે પોકાર, મહિલાઓએ કલેક્ટર કચેરીમાં થાળી-વેલણ વગાડી કર્યો વિરોધ

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કસલપુરા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કસલપુરા ગામમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા ૮ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ૨૦૦૦ની વસ્તી અને ૮૦૦થી વધુ પશુધન ધરાવતું આ ગામ પાણી માટે વલખાં મારી રહ્યું છે. તંત્રની ઉદાસીનતાથી કંટાળી આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ મહેસાણા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા.

મહિલાઓએ કલેક્ટર કચેરીમાં થાળી-વેલણ વગાડી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પાણીની સુવિધા પૂરી પાડવા ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો