મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાઘોડિયા પોલીસે આરીપઓ સાથે કર્યું લૂંટનું રીકન્સ્ટ્રક્શન, જાણો શું છે સમગ્ર મામલો

વડોદરાના વાઘોડિયામાં આવેલ ડી.સી. જ્વેલર્સના વેપારી જીજ્ઞેશભાઈ પો

વડોદરાના વાઘોડિયામાં આવેલ ડી.સી. જ્વેલર્સના વેપારી જીજ્ઞેશભાઈ પોતાની દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે મધ્યપ્રદેશની કુખ્યાત વહોનિયા ગેંગના સાગરીતોએ હુમલો કરી 5 લાખની રોકડ સહિતના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ રમેશ પરમાર અને રંગીતને ઝડપી પાડ્યા બાદ, વાઘોડિયા પોલીસ દ્વારા ઘટનાસ્થળે લઈ જઈ લૂંટનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા PI અને PSI સહિતના પોલીસ કાફલાએ આ કાર્યવાહી હાથ ધરીને લૂંટ કેવી રીતે આચરવામાં આવી તેની ઝીણવટભરી વિગતો મેળવી આગળની તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો