મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:વાઘોડિયા પાસે માટી ભરેલા ડમ્પરની ટક્કરે દંપતીના કરૂણ મોત, રોષે ભરાયેલા લોકોએ ચાલકને ઝડપ્યો

વડોદરાના વાઘોડિયા તાલુકાના દંખેડા ગામ નજીક માટી ભરેલા ડમ્પરે બાઇક

વડોદરાના વાઘોડિયા તાલુકાના દંખેડા ગામ નજીક માટી ભરેલા ડમ્પરે બાઇક સવાર દંપતીને ટક્કર મારતા દંપતિનું મોત થયુ છે..દંખેડા ગામના વતની ચંદ્રકાંતભાઈ અને તેમની પત્ની દંખેડાથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાળમુખા ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા. અકસ્માત સર્જાતા  રોષે ભરાયેલા સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડીને મેથીપાક આપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો