VIDEO: વડોદરા / વાઘોડિયા ચોકડી પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
વડોદરા શહેરની વ્યસ્ત વાઘોડિયા ચોકડી પર કાયદા અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતો વીડ

વડોદરા શહેરની વ્યસ્ત વાઘોડિયા ચોકડી પર કાયદા અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં બે બેફામ કારની ઉપર જોખમી રીતે બેસીને કેટલાક યુવકો સ્ટંટ કરતા નજરે પડે છે, જે કેમેરામાં કેદ થયા બાદ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. બનાવને ગંભીરતાથી લઈ વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે સ્ટંટ કરનાર યુવકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. રીલ્સ અને પ્રસિદ્ધિના ચક્કરમાં જીવના જોખમે કરાતા આવા સ્ટંટ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.



