મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરા AAP પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મ કેસમાં ધરપકડ

વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મ કેસમાં કપુરાઈ પોલીસે ધરપકડ કરી છે. મહિલા ક

વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મ કેસમાં કપુરાઈ પોલીસે ધરપકડ કરી છે. મહિલા કાર્યકરે તેના પતિને નોકરી અપાવવાના બહાને અશોક ઓઝાએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાનો આરોપ છે કે તેને દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વિવિધ સ્થળોએ બોલાવી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે અશોક ઓઝા સહિત તેના પરિવારજનો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે ગત અઠવાડિયે પણ અશોક ઓઝાની આઈબી અધિકારીના નામે ખોટા ફોન કરવાના મામલે ધરપકડ થઈ હતી.

આ સમાચાર શેર કરો