મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ, મેયરે સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને કર્યા સૂચન

ચોમાસાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકાની નવી ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. વોર્ડ નંબર બેમાં આવ

ચોમાસાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગર પાલિકાની નવી ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. વોર્ડ નંબર બેમાં આવેલી ભૂખી કાંસની પ્રિ-મોન્સૂન કામગીરીની મેયર સહિતની ટીમે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ આ કાંસમાં યોગ્ય સાફ-સફાઈ ન થવાને કારણે ભારે વોટર લોગિંગ થયું હતું અને તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં જવાને બદલે શહેરના અનેક વિસ્તારોમાં ફરી વળતાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

આ વર્ષે આવી બેદરકારી ન સર્જાય અને ભૂખી કાંસનું પાણી સીધું વિશ્વામિત્રી નદીમાં વહી જાય તે માટે કાંસની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે અને મુલાકાત દરમિયાન ટીમ દ્વારા અધિકારીઓને જરૂરી કડક સૂચનો પણ આપવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો