VIDEO : વડોદરા પાલિકાની ઘોર બેદરકારી, લાખોની બચાવ બોટ ભંગાર બની
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોના રેસ્ક્યૂ મ


વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોના રેસ્ક્યૂ માટે લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલી પતરાની કામચલાઉ બોટો યોગ્ય જાળવણીના અભાવે ભંગાર હાલતમાં ફેરવાઈ જતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ચોમાસા દરમિયાન જ્યારે નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે આ બોટો મુખ્ય સહારો બને છે, પરંતુ સંકટ સમયે ઉપયોગમાં લેવાતી આ સરકારી મિલકત આજે ભંગારવાડામાં કટાઈ રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ગંભીર મામલે સ્થાનિક સામાજિક કાર્યકરે તંત્રની આળસુ નીતિ સામે આકરા સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, પાલિકાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે ફરી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાશે ત્યારે પાલિકા જૂની બોટોનું સમારકામ કરવાને બદલે પ્રજાના ટેક્સના પૈસે ફરી નવી બોટો ખરીદીને આર્થિક બોજ જનતાના માથે નાખશે.




