મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી, જીવના જોખમે કરડ નદી પાર કરવા મજબૂર ગ્રામજનો

વડોદરાના ડેસર-સાવલી નજીક ધનતેજ-સધ

વડોદરાના ડેસર-સાવલી નજીક ધનતેજ-સધાપુરા વચ્ચે આવેલો કરડ નદીનો કોઝવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરીયાતો જીવના જોખમે વહેતી નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. નદીમાં જળચર પ્રાણીઓનો ભય હોવા છતાં, અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકો ભારે જોખમ ઉઠાવી રહ્યા છે.ભણશે ગુજરાતના દાવાઓ વચ્ચે અહીંના બાળકો અભ્યાસ માટે જીવનું જોખમ લઈ રહ્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે કોઝવેનું સમારકામ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ કરી છે. જો તંત્ર વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવે, તો આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો