VIDEO: ગોધરામાં જાહેરમાં મારામારીનો વિડિયો વાયરલ
ગોધરાના બામરોલી રોડ પર થયેલી મારામારીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવા મળે છે કે એક યુવક બીજા યુવક પર
ગોધરાના બામરોલી રોડ પર થયેલી મારામારીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવા મળે છે કે એક યુવક બીજા યુવક પર હુમલો કરી રહ્યો છે અને તેને માથાના ભાગે પથ્થરથી મારતો હોવાનું દેખાય છે. આ ઘટના જાહેરમાં બની હોવા છતાં, હુમલો કરનાર યુવકને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મારામારી પાછળ કોઈ અંગત કારણ હોઈ શકે છે. વિડિયોમાં દેખાતા દ્રશ્યોએ લોકોમાં ચર્ચા જગાવી છે, કારણ કે ગોધરામાં રાત્રે અસામાજિક તત્ત્વો દ્વારા આવી લુખ્ખાગીરી અને મારામારીની ઘટનાઓ બેફામ રીતે બનતી હોવાનું સામે આવ્યું છે. વાયરલ વિડિયોથી સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે અને પોલીસ તપાસની માગ ઉઠી રહી છે.




