મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણમાં અઢી લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત, ત્રણ પેઢીઓ પર પડ્યા હતા દરોડા

ગુજરાતના પાટણમાં ખાદ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે પાટ

પાટણમાં અઢી લાખથી વધુની કિંમતનું  શંકાસ્પદ ઘી જપ્ત, ત્રણ પેઢીઓ પર પડ્યા હતા દરોડા

ગુજરાતના પાટણમાં  ખાદ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે  પાટણમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શંકાસ્પદ બાતમીના આધારે ઘીના ટ્રાન્સપોર્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટ, ઘી બજાર, પાટણ ખાતે ત્રણ પેઢીઓ પાસેથી આશરે 405 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું,

શંકાસ્પદ ઘીની કિંમત લાખોમાં

આ શંકાસપ્દ ઘીની  અંદાજિત કિંમત 2.36 લાખ રૂપિયા છે,અને તેને સીઝ કરવામાં આવ્યો હતો. આ ઘીના 5 નમૂનાઓ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.લેબોરેટરી રિપોર્ટના આધારે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.  

આ સમાચાર શેર કરો