VIDEO/ મોડાસા નાગરિક બેન્ક ચૂંટણી: 'વિશ્વાસ પેનલ'નો ભવ્ય વિજય
અરવલ્લી (મોડાસા): મોડાસા નાગરિક સહકારી બેન્કની ૧૫ ડિરેક્ટરોની બેઠકો માટે યોજાયે


અરવલ્લી (મોડાસા): મોડાસા નાગરિક સહકારી બેન્કની ૧૫ ડિરેક્ટરોની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ગઈકાલે ભારે રસાકસી વચ્ચે અંદાજે ૫૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
મોડી રાત્રે થયેલી મતગણતરી બાદ 'વિશ્વાસ પેનલ'નો બહુમતી સાથે ભવ્ય વિજય થયો છે, જ્યારે પ્રતિસ્પર્ધી 'પરિવર્તન પેનલ'ના ફાળે માત્ર બે જ બેઠકો આવી છે. બેન્ક પર ફરી સત્તા કબજે કરતા જ વિજેતા ઉમેદવારો અને સમર્થકોએ ફટાકડા ફોડીને ઉત્સાહભેર વિજયોત્સવ મનાવ્યો હતો.




