મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Modasa news: સર્પદંશથી બાળકનું મોત, ઘરની બહાર જ બાળકને સાપે માર્યો હતો ડંખ

ગુજરાતના મોડાસામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં મોડાસાની એલ્યાન્સ સોસાયટીના પરિવારના અઢી વર્ષના બાળકનું સર્પદ

Modasa news: સર્પદંશથી બાળકનું મોત, ઘરની બહાર જ બાળકને સાપે માર્યો હતો ડંખ

ગુજરાતના મોડાસામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં મોડાસાની એલ્યાન્સ સોસાયટીના પરિવારના અઢી વર્ષના બાળકનું સર્પદંશથી મોત નિપજ્યું હતું.  ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પૂર્વે ઘર આગળ રમતા બાળકને સાપે દંશ માર્યો હતો. બાળક ઘર પાસે જ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. 

ટૂંકી સારવાર બાદ બાળકનું મોત

પરિવાર બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. પરંતુ બાળકની વધુ તબિયત બગડતા તેને અમદાવાદ રેફર કર્યો હતો. જોકે પાંચ દિવસની સારવાર બાદ પણ બાળક બચી શક્યો નહતો. આખરે ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું. બાળકનું અચાનક મોત નિપજતા પરિવાર આઘાતમાં સરી ગયો હતો.

આ સમાચાર શેર કરો