મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયા બેફામ, રાત્રીના અંધારામાં રેતીની ચોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ વહન અને ખનનના નિયમો માત્ર કાગળ પર જ રહ્યા છે, જ્યારે માફિયાઓ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ વહન અને ખનનના નિયમો માત્ર કાગળ પર જ રહ્યા છે, જ્યારે માફિયાઓ રાત્રીના અંધારામાં ખનીજ ચોરીનો ખેલ પાડી રહ્યાં છે. પોલીસ વડા અને પ્રાંત અધિકારીઓ ઘરે પહોંચતાં જ કેરાળા, લીંબડી, મુળી, વસ્તડી સહિતના ભોગાવોની નદીઓમાંથી રેતીની ચોરી શરૂ થઈ જાય છે. ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ વધ્યો છે. 

માફિયાઓ પોલીસ વડાની રેકી કરીને સર્કિટ હાઉસમાં પહોંચતાં જ પ્રવૃત્તિઓ વધારી દે છે. ચોટીલા પ્રાંત અધિકારીઓના લોકેશન પણ ટ્રેક કરીને ગેરકાયદેસર વહન ચલાવવામાં આવે છે. આ નેટવર્ક એટલું મજબૂત છે કે ખનિજ ચોરી અટકવાનું નામ નથી લેતી. આ માફિયાઓ પર લગામ ક્યારે?  જિલ્લા વહીવટને તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે, જેથી પર્યાવરણ અને કાયદાનું રક્ષણ થાય. 

આ સમાચાર શેર કરો