મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Surendranagarના ચોટીલામાં ગેરકાયદેસર ધમધમતા ગેસના ગોડાઉન પર દરોડા, 260 થી વધુ સિલિન્ડરો જપ્ત

સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદેસર ધમધમતા ગેસના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં જીવતા

સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદેસર ધમધમતા ગેસના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં જીવતા બોમ્બ સમાન ગેસના ગોડાઉન પર દરોડા પાડી ગેરકાયદે ચાલતા રીફીલિંગનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. વરાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીના ગોડાઉનો પર આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં 260થી વધુ ગેસ સિલિન્ડરો અને 1545 સિલ કવર જપ્ત થયા. આ ગોડાઉનો રહેણાંક મકાનોમાં ચાલતા હતા, જે ગોડાઉન ચલાવતા અને આસપાસના લોકો માટે મોટુ જોખમ હતું.  

કોઇપણ મંજુરી કે લાયસન્સ વિના ગેરકાયદેસર રિફિલિંગ કરીને સિલિન્ડરોનું બ્લેકમાર્કેટમાં વેચાણ થતું હતું. આ "જીવતા બોમ્બ" જેવા ગોડાઉનોને કારણે આસપાસના વિસ્તારોના લોકોના માથે પણ મોટું જોખમ હતું. બંને ગોડાઉનોને સીલ કરી દેવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો