VIDEO: સુરતમાં મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં

હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને ઉધના, પાંડેસરા અને અઠવાગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. લાંબા સમયના બફારા બાદ વરસાદનું આગમન થતાં સુરતીઓએ ગરમીથી રાહત અનુભવી છે અને શહેરભરમાં ઠંડક પ્રસરી ગઈ છે.




