મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : હાઈવે કામગીરીની મોટી ચૂક, ખેતરો જળબંબાકાર

દાહોદના મીરાખેડી ગામમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક ખે

દાહોદના મીરાખેડી ગામમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મીરાખેડી ગામે ચોમાસાના પહેલા જ વરસાદમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર હાઈવેની નજીક આવેલા ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાઈવેની કામગીરી દરમિયાન પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન રાખવામાં આવી હોવાના કારણે આ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પહેલા જ વરસાદમાં પાક ધોવાઈ જવાની ભીતિથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..

આ સમાચાર શેર કરો