મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના ખોખરામાં પાણીની લાઇન તૂટતા હજારો લિટર પાણી વેડફાયું

અમદાવાદના ખોખરા સર્કલ નજીક આવેલા મ્યુનિસિપલ ગાર્ડન પાસે પાણીની લાઇ

અમદાવાદના ખોખરા સર્કલ નજીક આવેલા મ્યુનિસિપલ ગાર્ડન પાસે પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણીનો વ્યય થયો હોવાનો મામલો સામે આવ્યો છે. ખોખરા મ્યુનિસિપલ બગીચાથી સરકારી રુક્ષ્મણી હોસ્પિટલ સુધીના માર્ગ પર પાણી ઉછળી બહાર આવ્યું હતું અને રસ્તા પરથી વહીને સીધું ગટરમાં જતું રહ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારે પાણી વિતરણના સમય દરમિયાન કલાકો સુધી પાણી વેડફાતું રહ્યું છતાં મ્યુનિસિપલ પાણી વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા નહોતા. આશ્ચર્યની વાત એ છે કે માત્ર થોડા અંતરે જ મ્યુનિસિપલ સબઝોનલ કચેરી આવેલી હોવા છતાં પાણીના વ્યયને રોકવા તંત્ર બેજવાબદાર બન્યું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

આ સમાચાર શેર કરો