મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોધરા: પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને અંકલેશ્વર મહાદેવ રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર મુશ્કેલ બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે અને વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિકોએ પાલિકા તંત્રને તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો