VIDEO: ભગવાન જગન્નાથજીનો અદભુત સોનાવેશ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર થ
અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર થતા આ વિશેષ પ્રસંગે જગતના નાથે સોનાના આભૂષણો અને સોનાનો મુગટ ધારણ કર્યો, જે ભક્તો માટે દિવ્ય અને અનન્ય અનુભવ બન્યો.
ભગવાનની એક ઝલક મેળવવા માટે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી
ભગવાનની એક ઝલક મેળવવા માટે મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. આ પવિત્ર ક્ષણે મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. દૂરદૂરથી આવેલા ભક્તોએ આ દર્શનનો લાભ લઈને પોતાને ધન્ય અનુભવ્યા. રથયાત્રાની તૈયારીઓની સાથે આ દર્શનથી શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.અમદાવાદના જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મંદિરમાં રથયાત્રાની આગેવાની કરતા ગજરાજોનું પૂજન કરવામા આવ્યુ હતું. પૌરાણિક પરંપરા અનુસાર હાથીઓને શેરડી અને ગોળ ખવડાવવામાં આવ્યો.
વેશભૂષામાં સજ્જ ભક્તો દ્વારા ગજરાજોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
આદિવાસી નૃત્ય, ગરબા અને દેવી-દેવતાઓની વેશભૂષામાં સજ્જ ભક્તો દ્વારા ગજરાજોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..આ ઉપરાંત, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને રથયાત્રાના પાવન પર્વે ઉચ્ચ પદવી એનાયત કરવામાં આવશે. આવતીકાલથી તેઓ જગદ્ ગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્ય તરીકે ઓળખાશે.





