Video: પાટડીને અલગ તાલુકો બનાવવાની માંગ ન સ્વીકારતા સ્થાનિકોમાં રોષ, આંદોલનની ચીમકી
ગુજરાત સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાની જાહેરાત કરી છે. ત્યારે
ગુજરાત સરકારે રાજ્યમાં 17 નવા તાલુકાઓની રચનાની જાહેરાત કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાંથી પાટડીને અલગ તાલુકા તરીકે અલગ કરવાની માંગને અવગણવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. છેલ્લા સાત વર્ષોથી સરપંચો અને આગેવાનો આ માંગ માટે રજૂઆતો કરી રહ્યા હતા. પરંતુ સરકારી સ્તરે કોઈ પગલું લેવાયું નથી.
જિલ્લાનો સૌથી મોટો તાલુકો
દસાડા તાલુકો જિલ્લાનો સૌથી મોટો તાલુકો માનવામાં આવે છે, જેમાં કુલ 88 ગામોનો સમાવેશ થાય છે. આટલો મોટો તાલુકો હોવાથી વહીવટી કામકાજમાં મુશ્કેલીઓ પેદા થાય છે. તાલુકાનો મોટો વિસ્તાર હોવા છતાં આયોજન અને અન્ય ગ્રાન્ટ્સ સરખા જ મળે છે, જેના કારણે વિકાસના કામો અટકી પડે છે. પાટડીને અલગ તાલુકો બનાવવાથી સ્થાનિક વિસ્તારોમાં વહીવટી સુગમતા વધશે અને વિકાસને ગતિ મળશે.
આ મુદ્દે તત્કાલીન ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પણ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. જો સરકાર આ માંગ પર તાત્કાલિક નિર્ણય ન લે તો આંદોલન કરવામાં આવશે, તેવી ચેતવણી આગેવાનોએ આપી છે. આ માંગને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે અને ભવિષ્યમાં વધુ આંદોલનની શક્યતા વ્યક્ત થાય છે.






