મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જીવદયા પ્રેમી વિજય ડાભીએ મોં વડે CPR આપી અબોલ પક્ષીનો જીવ બચાવી લીધો

VIDEO: આજરોજ અમદાવાદ શહેરમાં આવેલા જાણીતા કાલુપુ

VIDEO: આજરોજ અમદાવાદ શહેરમાં આવેલા જાણીતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે હાથીખાના નવા વાસમાં કબૂતરનાં ગળાના ભાગે પતંગની દોરી ફસાઈ ગયું હતી. જેથી કબૂતર જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યું હતું. જેથી તાત્કાલિક એનિમલ લાઈફ કૅર વિજય ડાભી અને તેમની ટીમ  ઘટનાસ્થળ પર પહોંચી કબૂતરનું રૅસ્ક્યુ કર્યું હતું.

 કબૂતરને ગળાના ભાગે દોરી ફસાઈ જવાથી ઓક્સિજન મળતો ન હતો જેથી વિજય ડાભીએ પોતે મોઢા થકી સીપીઆર આપી તેને ઓક્સિજન પૂરો પાડ્યો હતો. વિજય ડાભી દ્વારા જણાવવામાં આવ્યું કે જો તાત્કાલિક ઓક્સિજન મોઢાથી ન આપ્યો હોત તો તેનું મૃત્યુ થઈ ગયું હોત. પણ તાત્કાલિક મોઢાથી  ઓક્સિજન પૂરો પાડતા અબોલ જીવને જીવ બચાવવામાં તેમને સફળતા મળી હતી. જીવ દયાનું આ ઉત્તમ ઉદાહરણ અને એક અબોલ જીવ પારેવડું જીવન મરણના જોલા ખાતું હતું તે બચી ગયું. જેને જોઈ આસપાસનાં લોકો પણ રાજી થઈ ગયા હતા. 

આગામી ઉત્તરાયણ પર્વને લઈ વિજય ડાભી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે ઉતરાયણ નજીક છે ત્યારે  ચાઈનીઝ દોરી તથા વધુ કાચવાળી દોરીનો  ઉપયોગ ન કરવો જોઈએ. આ આપણી સૌની ફરજ છે. અબોલ જીવને જીવવાનો હક છે. 

આ સમાચાર શેર કરો