Video: 'કોળી સમાજ AAP સાથે ક્યારેય નહીં જોડાય', ખેડૂત સંમેલન પર કુંવરજી બાવળિયાનો જવાબ
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે રાજકોટના જસદણ અને વિંછીયા પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે રાજકોટના જસદણ અને વિંછીયા પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને આમ આદમી પાર્ટી (AAP) ના ખેડૂત સંમેલન એમ બે મુખ્ય મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું.
વરસાદથી નુકસાન અને વળતર અંગે ચિંતા:
મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, તેમના મતવિસ્તાર જસદણ અને વિંછીયામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. હું અમારા મત વિસ્તારમાં જઈને ખેતીની સ્થિતિનો તાગ મેળવીશ. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોને મગફળી, કપાસ અને સોયાબિન સહિતના પાકને થયેલા નુકસાન બદલ વધુમાં વધુ વળતર મળે તે માટે સરકાર ચિંતિત છે.
'આપ' પર પ્રહારો
વરસાદના મુદ્દા ઉપરાંત, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાઈ રહેલા ખેડૂત સંમેલનો પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, "જેનું નેતૃત્વ નથી, તેની સાથે કોઈ લોકો જોડાવાના નથી." કોળી સમાજના મતદારો પર ભાર મૂકતા તેમણે દાવો કર્યો કે, "બોટાદ અને સુરેન્દ્રનગરમાં જે કોળી સમાજની વસ્તી છે, તે લોકો AAP સાથે ક્યારેય નહીં જોડાય."
તેમણે વધુમાં કહ્યું કે, "બોટાદમાં જે લોકોએ ભૂલ કરી હતી, તેને પણ હવે આ વાત સમજાય છે. અમારો સમાજ ક્યારેય ગેરમાર્ગે દોરાવવાનો નથી."







