VIDEO: રાજકોટમાં કડવા પાટીદારોનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન, મોટી સંખ્યામાં જનમેદની ઉમટી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકોટમાં કડવા પ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકોટમાં કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. મળતા અહેવાલ પ્રમાણે સિદસર ઉમિયા ધામ સંસ્થાના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની આગેવાનીમાં કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન યોજાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ઉલ્લેખનીય છે કે સિદસર ઉમિયા ધામ સંસ્થાનું શક્તિ પ્રદર્શન યોજાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.
રાજકોટમાં કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન
મળતા અહેવાલ પ્રમાણે સિદસર ઉમિયાધામ સંસ્થા દ્વારા આયોજીત શોભાયાત્રાના રૂટ પર જુદી જુદી જ્ઞાતીના આગેવાનો દ્વારા ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું. સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણીએ હુંકાર કર્યો હતો
ક્યારેય સિદસર ઉમિયાધામ દ્વારા ટિકિટો માંગવામાં આવી નથી
મૌલેશ ઉકાણીએ જણાવ્યું કે ઉમિયાધામ સીદસર દ્વારા દરેક ઘરમાંથી એક શિક્ષિત એક દીક્ષિતના મંત્ર હેઠળ કામગીરી હાથ ધરવામાં આવશે.મૌલેશ ઉકાણીએ પણ સ્પષ્ટતા કરી હતી કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી મામલે ક્યારેય સિદસર ઉમિયાધામ દ્વારા ટિકિટો માંગવામાં આવી નથી.





